વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ટી.વાય.બી.એ., બી. કોમની વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


સમીર પટેલ, ભરૂચ
વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે કોલેજની ટી.વાય.બી.એ., બી. કોમની વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન થયું હતું. જેમાં મનસા ચાઈલ્ડ ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સિલિંગ સેન્ટરના કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ અને યુનિવર્સિટી ટોપર ડૉ.સાજીદ ડાયની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સમારંભમાં મુખ્ય મહેમાનની સાથે વી.સી.ટી કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક ડૉ. સુમિત સર પણ હાજર રહ્યા હતા
સમારંભની શરૂઆત ખદીજાતુલકુબરાએ ઇસ્લામિક પરંપરા મુજબ કિરાત દ્વારા કરી હતી કોલેજના ઇન્ચાર્ચ આચાર્ય અનસુયા ચૌહાણે મહેમાનોનો પરિચય આપી પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું
આ સમારંભમાં વી.સી.ટી. કોલેજની વિદ્યાર્થીની જે યુનિવર્સિટી કક્ષાએ જે વિષયમાં પ્રથમ આવી હતી તેમને મુખ્ય અતિથિ દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તો વી.સી.ટી. કોલેજમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓને પણ ઇનામ અને પ્રમાણપત્ર આપી તેમની શૈક્ષણિક કારકિર્દીને બિરદાવવામાં આવી હતી. માત્ર શૈક્ષણિક સિદ્ધિઓને જ નહીં પરંતુ કોલેજની ઈતર પ્રવૃત્તિઓમાં પ્રતિભા પ્રજવલિત કરનાર વિદ્યાર્થીનીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી.
આ સાથે આ વર્ષે જે વિદ્યાર્થીનીઓ તૃતીય વર્ષમાં છે જેવો વિદાય લઈ રહ્યા છે તેમના માટે ખાસ કાર્યક્રમ યોજાયો છે એમના માટે વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સમૂહગીત, નાટક રજૂ કરી કોલેજજીવનની ઝલક રજૂ કરી હતી. ટી.વાય.બી.એ. અને ટી.વાય.બી.કોમ.ની વિદ્યાર્થીનીઓએ પોતપોતાના ત્રણ વર્ષ દરમિયાનનાં અનુભવો જણાવતા ભાવુક થયા હતાં.
સમારંભમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ ડૉ.સાજીદ ડાયે વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા શુભાશિષો આપ્યા હતા. તો ડૉ.સુમિત પરમારે વર્ષ બાદ વિદ્યાર્થીઓને મળતા પોતાનો ઉમંગ-ઉલ્લાસ વ્યક્ત કરી ભવિષ્યમાં વધુ મહેનત કરી નવા શિખરો સર કરો એવા આશીર્વચનો આપ્યા હતા.
સમારંભનું સફળ સંચાલન એસ.વાય.બી.કોમ ની વિદ્યાર્થીની સના અને સાઈમાએ પ્રા. તસ્લીમ શેખના દેખરેખ હેઠળ કર્યું હતું તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિ તેમજ પધારેલ અન્ય મહેમાનો, વિદ્યાર્થીનીઓ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપક મિત્રોનો સહયોગ તેમજ નોન ટીચિંગ સ્ટાફનો પ્રા. હેમાંગી મકવાણાએ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.



