GUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૨૫મી એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૨૫મી એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી

૨૫ મી એપ્રિલ ‘’વિશ્વ મેલેરિયા દિવસ’’ ઉજવણીના ભાગરૂપે “મેલેરિયા નો અંત આપણાથી શરૂ થાય છે: પુનઃનિવેશ કરો, નવેસરથી કલ્પના કરો, જુસ્સો જગાવો” આ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, અરવલ્લી દ્વારા મેલેરિયા સામે જાગૃતિ લાવવા અને મેલેરિયા મુક્ત ગુજરાતના ઉદ્દેશને આગળ વધારવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ એચ. પરમારનાં માર્ગદર્શન અને જીલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો.આશિષ ખાંટના દિશાસુચનમાં જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર,વિસ્તારોમાં અને શાળાઓના બાળકોની ઉ૫સ્થિતિમાં મેલેરિયા વિશે જન-જાગૃતિ લાવવા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવેલ સાથે જન-જાગૃતિ કાર્યક્રમો, પોસ્ટર પ્રદર્શન ,પોરા નિદર્શન, બેનર સહીત સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ. મેલેરિયા વિષયક અટકાયતિ કામગીરી વિશે લોકોમાં પાણીના પાત્રોની સાફસફાઇ કરવા અને પોરાનાશક કામગીરી તેમજ દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ થાય તે હેતુસર જનજાગૃતિ ફેલાવવામાં આવેલ.વધુમાં અરવલ્લી જીલ્લો અમલમાં આવ્યો ત્યારથી મેલેરિયાથી કોઈ મરણ થયેલ નથી જે અંગે જીલ્લા મેલેરિયા શાખાથી મેલેરિયા અંતર્ગત પખવાડિક કામગીરીનું ચોક્કસ અમલીકરણ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!