GUJARATJUNAGADHKESHOD

કેશોદ શહેરી વિસ્તારનો ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજાયો

કેશોદ શહેરી વિસ્તારનો ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજાયો

નાગરિકોને વિવિધ સરકારી યોજના ઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવાસેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યકિતગત રજૂઆતો સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ માટે ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ કેશોદ નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો. કેશોદના નાયબ કલેકટર વંદના મીણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, મામલતદાર સંદીપ મહેતા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, ચીફ ઓફિસર મેહુલ વાધેલા, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ પ્રવિણભાઈ વિઠ્ઠલાણી સહિત પદાધિકારીઓ અધિકારીઓ અને આગેવાનો ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સેવા સેતુ કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. પારદર્શી પ્રશાસન માટે કટિબધ્ધ સરકાર ધ્વારા પ્રજાની લાગણી, માગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ કેશોદ શહેરી વિસ્તારમાં નગરપાલિકા કચેરીમાં યોજાયો છે જેમાં સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાતમંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. અભિયાન સ્વરૂપે કામગીરીને અગ્રિમતા આપી સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વહીવટીતંત્ર સામે ચાલીને જે-તે ક્લસ્ટરમાં સમાવિષ્ટ નિયમિત અંતરાલે આવક, જાતિ, ક્રીમીલેયર રાશન કાર્ડ, વિધવા સહાય, જનધન ખાતા આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવવા સમાજના તમામ વર્ગો માટે રાજય સરકારે યોજનાઓ બનાવી છે ત્યારે સેવાસેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી લાભ લેવા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર ની વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ રાષ્ટ્રીયકૃત બેક સહિત આરોગ્ય વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારો ના વહીવટી કામોનો નિકાલ કર્યો હતો.

 

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!