AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન અલગ અલગ ઘાટ વિસ્તારનાં માર્ગોમાં ત્રણ અકસ્માતની ઘટના બની..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સુરત તરફથી સરકારી યોજનાઓનાં કામો માટે સિમેન્ટનો જથ્થો ભરી આહવા જઈ રહેલ ટ્રક ન.આર.જે.09.જી.ડી.4219 જે વઘઇથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં ઘોઘલી ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ લોડિંગ ટ્રક માર્ગની સાઈડમાં આવેલ ખીણમાં ખાબકતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત સિમેન્ટનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલકને માથાનાં અને પાસળીનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જ્યારે બીજા બનાવમાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં શેરડીનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.આજરોજ મહારાષ્ટ્રનાં નિફાડથી શેરડીનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.23.એ.ટી.5531 જેની સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં ગણેશ મંદિર નજીક અચાનક બ્રેક ફેલ થઈ જતા ઘટના સ્થળે આઈસર ટેમ્પો સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો અને શેરડીના જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ડ્રાઇવર અને ક્લીનરને નાની મોટી ઈજાઓ પોહચતા નજીકનાં સામગહાન સી.એચ.સી  ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ત્રીજી ઘટના આહવા સુબીર‌ રોડ પર બની હતી.આંણદની નર્સરીમાંથી પપૈયાનાં છોડ ભરી મહારાષ્ટ્રનાં પીંપલનેર તરફ જઈ રહેલ આઇસર ટેમ્પો.ન.જી.જે.06.એ.વી. 7105 જે આહવાથી સુબિરને જોડતા રાજય ધોરીમાર્ગનાં ગાયગોઠણ નજીકનાં તીવ્ર વળાંકમાં અચાનક ટાયર ફાટતા સ્થળ પર આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં આઈસર ટેમ્પો અને છોડવાઓને જંગી નુકસાન થયુ હતુ.આ અકસ્માતમાં ડ્રાયવર અને ક્લિનરનો ચમત્કારીક બચાવ થયેલ છે..

Back to top button
error: Content is protected !!