પ્લેન ક્રેશ પીડિતો માટે યુથ કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર, એલજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં યુવાનોનું સહભાગિત્વ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદમાં થઈ ગયેલી દુર્ઘટનાજનક વિમાન ક્રેશની પીડા સમગ્ર દેશે અનુભવી છે. અનેક નિર્દોષો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે, જ્યારે ઘણી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આવી કપરા સમયે જરૂરમંદોની મદદ માટે હવે સમાજના વિવિધ વર્ગો આગળ આવી રહ્યા છે.
એલજી હોસ્પિટલ ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પીડિતોની સારવાર માટે જરૂરી બને તેટલી રક્તબોટલ્સ એકત્ર કરવા માટે ઉદ્દેશ રાખવામાં આવ્યો. શિબિર દરમિયાન યુવાઓની મોટી સંખ્યાએ રક્તદાન કર્યું અને માનવસેવાનો પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું.
આ અવસરે યુથ કોંગ્રેસના નેતા કૃણાલસિંહ સુરીએ જણાવ્યું હતું કે, “દેશ પર આફત આવી છે. હજારો જીવોથી ભરેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે રક્ત જરૂરી છે. આવી પરિસ્થિતિમાં આપણાં ફરજ છે કે આપણે આપણા સ્તરે શક્ય તેટલી સહાય પહોંચાડીએ.”
તેમની સાથે સાથે દર્શન જૈન, હિમાંશુ પરમાર, રાજીવ ચૌહાણ, અજય પટેલ, નમન પટેલ, મેહુલ શાહ અને અન્ય યુવાઓએ પણ રક્તદાન કરીને પીડિતોના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
હૉસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર રક્તની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા યુથ કોંગ્રેસનો આ પ્રયાસ પ્રશંસનીય છે. સમાજમાં આવી સંવેદનશીલતાનો વિકાસ થતા રાહત કાર્ય વધુ ઝડપી અને અસરકારક બની રહે છે.
આ શિબિર સમાપ્તિએ તમામ દાતાઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા અને આવા માનવીય સહયોગ માટે તૈયાર રહેવા અનુરોધ કરાયો





