
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ગુજરાત : ATS એ અલકાયદા સાથે કનેક્શન ધરાવતા 4 ને ઝડપ્યા મોડાસાના સૈફુલ્લા કુરેશીની કરાઈ ધરપકડ
મોડાસા, અરવલ્લી જિલ્લામાંથી આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલા એક યુવકની અટકાયત થતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત એટીએસે મોડાસામાંથી સૈફુલ્લા કુરેશીની ધરપકડ કરી છે, જેને ‘અલકાયદા’ના એક્ટિવ મોડીયુલ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સૈફુલ્લા કુરેશી મોડાસાના ખાટકીવાડા વિસ્તારમાં રહેતો હતો અને એક ફર્નિચરની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરતો હતો. મળતી માહિતી અનુસાર, તે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હતો અને આતંકવાદી સંગઠનના સદસ્યો સાથે સંપર્કમાં હોવાની પણ શંકા સેવાઈ રહી છે.આ અંગે સૈફુલ્લાના ભાઈ અમીન કુરેશીએ જણાવ્યું હતું કે, “સૈફુલ્લા દરરોજ રાત્રે ઘેર આવતો અને લગભગ બે-ત્રણ કલાક ફોનમાં વ્યસ્ત રહેતો. અમે ક્યારેય એના કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે જાણતા ન હતા. એ શું કરતો એની અમને ખબર પણ ન હતી.”ગુજરાત એટીએસે સમગ્ર રાજ્યમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને સૈફુલ્લાને ટ્રેસ કર્યો હતો. સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન્સ દ્વારા તેની આતંકવાદી ગતિવિધિ પકડાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હાલમાં એજન્સીઓ તેની મોબાઈલ, લૅપટોપ અને ડિજિટલ ડેટાની તપાસમાં લાગી ગઈ છે.આ ઘટનાએ મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં ચિંતા ફેલાવી છે
અલકાયદા સાથે જોડાયેલા ચાર શખ્સોની ગુજરાત ATS દ્વારા ધરપકડ, દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપો
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ એક મોટી કાર્યવાહી દરમિયાન આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા પૈકી બે શખ્સો ગુજરાતના અમદાવાદ અને મોડાસાના રહેવાસી છે, જ્યારે બાકી બે દિલ્હી અને નોઇડાના હોવાનું સામે આવ્યું છે.આ ચારેય લોકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ અને કટ્ટરપંથિય એપ્લિકેશન્સ મારફતે અલકાયદાની વિચારમાં ભૂંસાયેલા હતા અને ઉશ્કેરણીજનક સામગ્રી સતત શેર કરી રહ્યા હતા ગુજરાત ATS દ્વારા આ લોકોની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસની રિમાન્ડ મેળવવામાં આવી છે.
આ મામલે વધુ વિગતો આપતાં ATS ડીઆઇજી સુનીલ જોશીએ જણાવ્યું કે, 10મી જૂને મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ વિશે જાણવામાં આવ્યું હતું, જેમાંથી કેટલીક એકાઉન્ટ્સ પરથી અલકાયદા સંબંધિત સામગ્રી અને ભડકાઉ પોસ્ટ્સ કરવામાં આવતી હતી.આ એકાઉન્ટ્સનાં નામ ‘મુજાહિદ્દીન 1’ અને ‘મુજાહિદ્દીન 3’ જેવા હતાં, જે એક જ વ્યક્તિ દ્વારા સંચાલિત હોવાનું સામે આવ્યું છે. આ એકાઉન્ટ્સ પરથી લોકશાહી વિરુદ્ધ અને દેશવિરોધી માહિતીઓ પણ શેર કરવામાં આવતી હતી.આ ઉપરાંત, અમદાવાદના ફટેહવાડી વિસ્તારમાંથી પકડાયેલા એક આરોપી પાસેથી અલકાયદા સંબંધિત સાહિત્ય અને તલવાર પણ મળી આવી છે,
ઝડપાયેલ આરોપીઓ
1 મોહમ્મદ કૈફ મોહમ્મદ રિઝવાન (રહે :ફરાસખાના,દિલ્હી )
2 મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે ફતેહવાડી, અમદાવાદ )
3 સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે ભોઈવાડા,મોડાસા )
4 : ઝીશાન અલી આસિફ અલી (રહે સેક્ટર 63,નોઇડા )







