સુરેન્દ્રનગર જીલ્લામાં પાંચ સ્થળોએ યોજાયેલ નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો સમાપન

તા.30/05/2025/
બાવળિયા ઉમેશભાઈ વાત્સલ્યમ સમાચાર સુરેન્દ્રનગર
હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને બાળકો મોટી ફી ભરીને સમર કેમ્પમાં ભાગ લેતા હોય છે જેમાં બાળકોને વિવિધ એક્ટિવિટીઓ શીખવવામાં આવતી હોય છે આ પરિસ્થિતિમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં સુરેન્દ્રનગર જીલ્લા યોગ કોર્ડીનેટર મોનિકાબેન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરની આઈપીએસ સ્કૂલ, જોરાવરનગરની ત્રિમૂર્તિ સ્કૂલ, રતનપરની દર્શન વિધાલય, મોટા શેખપર પ્રાયમરી સ્કૂલ સાયલા, લખતરની શ્રીમતિ એ.વી.ઓઝા સંસ્કાર વિધાલય મળી કુલ પાંચ સ્થળો ઉપર નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનો ૧૬/૫/૨૦૨૫થી ૩૦/૫/૨૦૨૫ સુધી કેમ્પમાં ૭ વર્ષથી ૧૫ વર્ષના આશરે ૫૫૦ થી વધારે બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જે યોગ સમર કેમ્પમાં બાળકોને યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર, હેલ્ધી નાસ્તો, બાળકોમાં સારા સંસ્કારનું સિંચન, વિવિધ રમતો દ્વારા બાળકોનું મનોરંજન, બાળકોને વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન આપવા સાથે આવનારી પેઢીને સ્વસ્થ અને સંસ્કારી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા જે યોગ સમર કેમ્પને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર જીલ્લા યોગ કોર્ડીનેટર મોનિકાબેન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ યોગકોચ ભારતીબેન કવૈયા, યોગ કોચ ગબરુભાઈ ભરવાડ, પરેશભાઈ પરમાર, અંજનાબેન કવા, પુષ્પાબેન પટેલ દ્વારા સફળતા પૂર્વક સંચાલન કરીને બાળકોને અલગ અલગ પ્રકારની ગિફ્ટ પણ આપવા સાથે ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.




