મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા “સ્વચ્છતાને સંગ સ્વતંત્રતાનો ઉમંગ ”ના આહવાન સાથે વિશાળ ત્રિરંગા યાત્રા યોજાઇ

♦મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા “સ્વચ્છતાને સંગ સ્વતંત્રતાનો ઉમંગ ”ના આહવાન સાથે વિશાળ ત્રિરંગા યાત્રા યોજાઈ***
અમીન કોઠારી મહીસાગર….
શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે કલેકટર કચેરી પટાંગણ ખાતેથી તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી યાત્રામાં જોડાયા
***
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”ની થીમ પર સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઇ રહ્યું છે ત્યારે આજરોજ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતેથી વિશાળ તિરંગા યાત્રા યોજાઇ હતી આ યાત્રાને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર સહિત મહાનુભાવોએ લીલીઝંડી આપી તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા.
જિલ્લા સેવા સદન થી ત્રિરંગા યાત્રાનો શુભારંભ થયા પછી લૂણેશ્વર ચાર રસ્તા, દરકોલી દરવાજા, ફુવારા ચોક , માંડવી બજાર થઈને આઝાદ મેદાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાં ઘરો પર લહેરાતા તિરંગાએ દેશભક્તિનો માહોલ છવાયો હતો તિરંગાના ત્રણ રંગમાં સમગ્ર વાતાવરણ રંગાયુ હોય તેવા દર્શ્યો સર્જાયા હતા. ફુવારા ચોક ખાતે પોલીસ બેન્ડની સૂરાવલિઓ દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગો સન્માન ભેર લહેરાવા તેમજ પોતાના વિસ્તારમાં તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા તંત્રને સહકાર આપવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ યાત્રામાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિધ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા, અગ્રણી શ્રી દશરથ બારીયા, પૂર્વ સાંસદ શ્રી , પૂર્વ ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી, અધિક નિવાસી કલેકટર, પ્રાંત અધિકારી,મામલતદાર સહિત અધિકારીઓ પદાધિકારીઓ તેમજ નગરની વિવિધ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ- જવાનો, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત-નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા






