પાલનપુર એક જાણીતી સ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ ડોગ વિશે માહિતી કાર્યક્રમ યોજાયો

16 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં શ્રી રામ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ આજે k9 ડોગ સ્કોડ બનાસકાંઠા પોલીસ ની જ્ઞાનવર્ધક મુલાકાતે આવ્યા હતા નાઇન ડોગ સ્કોડ ની કામગીરી. તથા પરિણામો વિશે જાણ્યું હતું બનાસકાંઠા જિલ્લા તથા પાટણ જિલ્લા તથા કચ્છ ભુજ ખાતે k9 પોલીસ ડોગ સ્કોડ ની કામગીરી બહુ ચર્ચા છે તેમાં બનાસકાંઠાના પોલીસ ડોગ રોશની પોલીસ ડોગ જોય પોલીસ ડોગ ડોગલ્સ પોલીસ ડોગ લકી ની કામગીરી નિહાળી હતી અને પોલીસ ડોગ રોશની ની સર્ચ કરીને વસ્તુ શોધી લાવવાની કામગીરી જોઈ વિદ્યાર્થીઓ શિક્ષકો નિહાળી હતી બનાસકાંઠા પોલીસના એસપી સાહેબ શ્રી અક્ષરાજ મકવાણા ,, પી એચ ક્યુ ડિવાય એસ પી શ્રી પરમાર સાહેબ પોલીસ હેડ કોટર ના સુપરવિઝન ઓફિસર શ્રી જોશી સાહેબ ની આગેવાની તથા નીગરાની હેઠળ પોલીસ ડોગ્સ સફળ પ્રદર્શન કરી રહ્યા છે k9 ડોગ સકોડ ના પોલીસ ડોગ્સ રોશની અને ડોગલ્સ જેમની નીગરાની ની હેઠળ તૈયાર થયા છે તે ડોગ હેન્ડલર પૃથ્વીરાજસિંહ રાઠોડ ની અદભુત તાલીમ નો અસર દેખાતો હતો ડોગ સરસ કામ કરતા હતા શ્રી વિક્રમ કુમારક જણાવ્યું કે ડોગ સ્કોડ ના કેનલ બોય વિપુલભાઈ તથા કોમલબેન પોલીસ ડોગ્સની સરસ સાર સંભાળ રાખે છે અને પોલીસ ડોગ સકોડ ના કમ્પાઉન્ડ તથા ઓફિસો ના રખાવમાં મદદ કરે છે શ્રી વિક્રમ કુમાર શિવલાલ રાવલ જણાવે છે કે પોલીસ ડોગ્સ પોતાની ફરજ બહુ વફાદારી સાથે નિભાવે છે તે એક ક્લાસ ટુ ઓફિસર હોય છે જેમની સુરક્ષા જાળવણી ઉચ્ચકક્ષાની હોય છે તેમના દ્વારા કરાતી કામગીરીમાં વીવીઆઈપી એક્સપ્લોઝિવ ચેકિંગ તથા નાર્કોટિક્સ ચેકિંગ તથા લીકર ચેકિંગ તથા ક્રાઈમની કામગીરીમાં k9 પોલીસ ડોગ્સ જબરદસ્ત કામગીરી કરે છે પોલીસ ડોગ રોશની એ હમણાં થોડા સમય પહેલા વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી કુંભારીયા જૈન દેરાસર મંદિર માં થયેલ ચોરી ના ડિટેકશનમાં જબરદસ્ત કામગીરી બજાવી હતી અને ત્રણ દિવસમાં બનાસકાંઠા પોલીસે પોતાની મહેનતથી ડોગ ની મદદથી ચોરીને ઉકેલી નાખી હતી તથા ટોકરીયા મર્ડર કેસ ઉકેલ વા માં પણ જબરદસ્ત કામગીરી કરી હતી અત્યારે અત્યારે વિશ્વપ્રસિદ્ધ મહા કુંભ પ્રયાગરાજ કુંભ સ્થલી માં પણ આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ દામોદરદાસ મોદી તથા મુખ્ય મંત્રી શ્રી આદિત્યનાથ યોગીજી ના વિશ્વ પ્રસિદ્ધ વ્યવસ્થાપન નો ઉત્કૃષ્ટ નમૂનો વિશ્વ પ્રસિદ્ધ મહા કુંભના આયોજનમાં દેખાય છે તે મહાકુંભમાં કે નાઇન પોલીસ ડોગસ પણ સેવા બજાવી રહ્યા છે અને ભારતીય જનતા તથા આવનારી વિશ્વની જનતાને સુરક્ષા પુરી પાડી રહ્યા છે કે નાઇન પોલીસ ડોગ્સ અદભુત કામગીરી કરે છે વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિક્રમકુમાર રાવલ ની જણાવેલ જ્ઞાનવર્ધક ચર્ચા અને શ્રી મનહરદાન ગઢવી દ્વારા આપેલ ડોગ્સકોડ ને લગતી માહિતી જાણીને વિદ્યાર્થીઓ ખુશ થયા હતા અને મુલાકાતને સફળ ગણાવી હતી k9 ડોગ સ્કોડ ના ઇન્ચાર્જ શ્રી રહીમભાઈ લીંબડીયા ના માર્ગદર્શન હેઠળ કે નાઇન ડોગ્સ કોડ સફળ કામગીરી કરી રહી છે



