BANASKANTHAPALANPUR

“ગુજરાત રાજ્ય યોગ બોડૅના યોગ કોચશ્રી અને યોગ ટ્રેનર એવા યોગગુરુનુ સન્માન કરવામાં આવ્યું”

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને Y ડાન્સ ક્લાસીસ ,ભારત વિકાસ પરિષદ અને લાયન્સ ક્લબ દ્રારા બનાસકાંઠાના ગુજરાત રાજ્ય યોગ બોડૅના તમામ યોગ કોચશ્રી અને યોગ ટ્રેનરશ્રીનુ મોમેન્ટો , સર્ટીફીકેટ અને કુમકુમ તિલક દ્રારા સન્માન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોડૅના બનાસકાંઠા જિલ્લાના કૉ. ઓડિનેટરશ્રી સ્મિતાબેન જોષીના જણાવ્યા અનુસાર જે આપણી વિસરતી જતી પ્રાચિન સંસ્કૃતિ યોગના અભ્યાસને લોકો ભૂલી રહ્યા છે.તેને ઉજાગર કરવાનું કામ અને સમાજમા પણ લોકોને યોગથી થતાં લાભ અને જીવનમા યોગનુ મહત્વ , ધર ધર સુધી યોગને પહોંચાડવાનું કાર્ય યોગગુરુ થકી શક્ય બને છે. તો ગુજરાત રાજ્ય યોગ બોડૅના યોગ કોચશ્રી અને યોગ ટ્રેનરશ્રી એવા યોગગુરુનુ સન્માન કરી પૂજન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.ગુજરાત રાજ્ય યોગ બોડૅના ચેરમેનશ્રી શીશપાલજી સાહેબ દ્રારા તમામ યોગી ભાઈઓ અને બહેનોને લાઈવ અભિનંદન પાઠવ્યા હતા. આ કાયૅક્રમમા જીનિયસ ક્લાસીસના વી.એસ. પટેલ સાહેબ ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ સુથાર, મંત્રીશ્રી લાલજીભાઈ જુડાલ, ખજાનચીશ્રી અલ્પેશભાઈ, મહિલા સંયોજીકા મનીષાબેન તથા પ્રોજેક્ટ ચેરમેનશ્રી હષૅદભાઈ જોષી અને લાયન્સના પ્રમુખશ્રી ઠક્કર સાહેબ, મંત્રીશ્રી મૂકેશભાઈ મોઢ અને પશ્ર્ચિમ ભારત વિકાસ પરિષદની ટીમ ઉપસ્થિત રહી યોગગુરુના સન્માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!