
કેશોદના વ્રજવાડી પાર્ટી પ્લોટ ખાતે પ્રકાશન ક્ષેત્રે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું કેશોદના નિવૃત્ત તલાટી મંત્રી અને લેખક ધીરજલાલ તન્ના તથા તેમના સાહિત્યસાથીઓ દ્વારા સંયુક્ત રીતે રચાયેલ લઘુવાર્તાસંગ્રહ “પરિમલિત ત્રિકોણ”નામના પુસ્તક વિમોચન મંચસ્થ મહાનુભવો જગમાલ નંદાણીયા, આર પી સોલંકી, મહાવીસિંહ જાડેજા, દિનેશ કાનાબાર વગેરે દ્વારા કરવામાં આવ્યુ હતું શ્રી ધીરજલાલ તન્ના એક પ્રતિષ્ઠિત તલાટી મંત્રી તરીકે પોતાની સેવાકાળ દરમિયાન જ્યાં-જ્યાં ફરજ બજાવી ત્યાં ગામના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓને તેમની વહીવટી કુશળતાને કારણે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના તાલીમ વર્ગોમાં અધ્યાપક તરીકે પણ નિમણૂક કરવામાં આવ્યા હતા. નિવૃત્તિ બાદ સાહિત્ય પ્રત્યેની તેમની લાગણીને કલમ દ્વારા વ્યક્ત કરવાનું શરૂ કર્યું અને “તન્નાનો ટહુકો” તથા “જીવન – એક સંઘર્ષ” જેવા બે પુસ્તકો તેમના દ્વારા લખાયેલ છે નવી લઘુવાર્તાઓનું આ ત્રીજું પુસ્તક “પરિમલિત ત્રિકોણ” તેમના અને તેમના બે સાથીલેખકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેની દરેક રચનામાં સમાજ પ્રત્યેનો કોઈ ખાસ સંદેશ સ્પષ્ટપણે વ્યક્ત થાય છે. તેમની વાર્તાઓ ગુજરાતના અનેક દૈનિકો અને સામાયિકોમાં પ્રસિદ્ધ થયેલી છે અને “ગુજરાતની રસધાર” ગદ્યવિભાગમાં છેલ્લા 31 અઠવાડિયાથી સતત પ્રથમ ક્રમ પર રહી છે – જે કેશોદ માટે ગૌરવની વાત છે.લેખકના પુત્ર ડો. સ્નેહલ તન્નાએ સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા.અને ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના પૂર્વ પ્રમુખ શ્રી જગમાલભાઈ નંદાણિયાએ લેખક પરિચય આપ્યા બાદ આર.પી સોલંકી, ડો.પ્રવીણ ગજેરા , જીતુભાઈ પુરોહિત તથા જીતેન્દ્રભાઈ ધોળકિયા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.ત્યારબાદ પુસ્તક વિમોચન થયું હતું..,.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજ્યસ્તરના એનાઉન્સર અને રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા ભુપેન્દ્ર જોશીએ કર્યું હતું..અંતે સૌએ સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમને વિરામ આપ્યો




