GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે પીવાના પાણીના વધામણા કરતા જિજ્ઞાસાબેન મેર

 

WAKANER:વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે પીવાના પાણીના વધામણા કરતા જિજ્ઞાસાબેન મેર

 

 

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરતા ૨૦૨૨ – ૨૩ થી સતત પ્રયત્નો થકી વાંકાનેરમાં ૧૦૦ એલ. પી. સી. ડી. મુજબની વાંકાનેર ગ્રુપ સુધારણા યોજના થકી રંગપર સબ હેડવર્ક્સથી ખૂટતી પાઇપ લાઇન નાખવાનું કાર્ય પૂર્ણ થઈ આજ રોજ વિનયગઢ ગામે પીવાના પાણીની વર્ષોની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ થઈ પીવાનું પાણી શરૂ થતાં ગામ લોકો દ્વારા જિજ્ઞાસાબેન મેરના હસ્તે શ્રીફળ વધેરી નર્મદાના પીવાના પાણીના વધામણાં કરવામા આવ્યા અને ગામલોકોએ જિજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ તકે વિનયગઢ ગામના સરપંચ મૂળજીભાઈ રાઠોડ, વિનયગઢ ગામના તાલુકા ભાજપ મંત્રી જયેશભાઈ ડોંડા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઈ મેર, આજુબાજુ ગામના સરપંચ, માજીસરપંચશ્રીઓ, રાજુભાઈ મેર, હિરાભાઈ ગણાદીયા, રમેશભાઈ ધરજીયા, ગામલોકો સહિત પાણીપુરવઠા વિભાગના અધિકારી હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!