BANASKANTHAGUJARATPALANPUR

શ્રીમતી બી. કે. મહેતા આઈ.ટી. સેન્ટર BCA કોલેજ, પાલનપુરની ગાંધીનગર ખાતે ટેકનિકલ

21 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રીમતી બી. કે. મહેતા આઈ.ટી. સેન્ટર BCA કોલેજ, પાલનપુરની વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ મુલાકાતનું આયોજન કર્યું હતું. આ મુલાકાત ગંધીનગર ખાતે આવેલી ODOO સોફ્ટવેર કંપની – ઈન્ફોસિટી ગાંધીનગર ખાતે યોજાઈ હતી.આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ERP (Enterprise Resource Planning ) સિસ્ટમની વાસ્તવિક કાર્ય પદ્ધતિઓ વિશે વાસ્તવિક અનુભવો કરાવવાનો હતો. ઉપરાંત, ODOO જેવી અગ્રણી ERP સોફ્ટવેર કંપનીની કાર્યશૈલી અને તેમની નવતર સોફ્ટવેર વિકાસ અને ગ્રાહક સેવાઓ પ્રત્યેની દ્રષ્ટિ સમજાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મુલાકાતમાં કુલ 59 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી ડો. એન.એસ.ગુપ્તાના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર શ્રી. એન.એસ.પટેલ તથા અન્ય સ્ટાફમિત્રો દ્વારા કરાયું હતું.. ODOO સોફ્ટવેર કંપની તરફથી, માર્કેટિંગ HR મેનેજર શ્રી શાર્દૂલ દવે અને શ્રી. ઇસરાની કરન દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી. અને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત ખૂબ જ શૈક્ષણિક અને પ્રેરણાદાયી સાબિત થઈ હતી.

Back to top button
error: Content is protected !!