GUJARATHALOLPANCHMAHAL
હાલોલ સરસ્વતી સ્કૂલના વિધાર્થીઓ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ઝળક્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૮.૨૦૨૫
તારીખ 6/ 08 /25 ના રોજ હાલોલ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2025 -26 વીએમ શાળામાં યોજાયો હતો જેમાં સરસ્વતી વિદ્યા મંદિરના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધા હતા જેમાં નિબંધ સ્પર્ધામાં ગુજરાતી માધ્યમની પટેલ સ્ક્રુતિબેન અતુલભાઇ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે અને અંગ્રેજી માધ્યમમાં લીંબડીયા લિઝા ઈરફાનભાઇ પણ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.આ કલા મહાકુંભમાં વિજેતા થયેલ વિદ્યાર્થી તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષિકા મકવાણા શીતલબેન આ તમામને સરસ્વતી વિદ્યા પરિવારના પ્રમુખ, ટ્રસ્ટી બંને માધ્યમના આચાર્ય ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.








