હાલોલની રેફરલ હોસ્પિટલ હવે બનશે અદ્યતન 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૮.૨૦૨૫
હાલોલ ની રેફરલ હોસ્પિટલ ને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નો દરજ્જો મળતા નવું અદ્યતન બિલ્ડિગ બનશે જેમાં 100 બેડ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.હાલોલ ની રેફરલ હોસ્પિટલ ને રાજ્ય સરકાર દ્વવારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નો દરજ્જો મળ્યા બાદ હાલમાં કાર્યરત બિલ્ડીંગ ને તોડી 23 કરોડ ઉપરાંત ના ખર્ચે સંપૂર્ણ અદ્યતન સુવધા સાથે 100 બેડ વાડી ત્રણ મજલી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવનાર છે.તે અંગે ની જાણકારી હાલોલ સરકારી હોપિટલના મુખ્ય અધિક્ષક ડૉ અક્ષય ઉપાધ્યાય દ્વવારા પત્રકાર પરીસદમાં જણાવ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે આ બિલ્ડીંગ છેલ્લા 40 વર્ષ થી સીએચસી અને રેફરલ હોસ્પિટલ કાર્યરત છે સને 2020 થી આ હોસ્પિટલ ને અપ ગ્રેડ કરી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.જેના ભાગરૂપે અહીં તજજ્ઞો વધારો કરવામાં આવ્યો છે.પહેલા ચાર જ હતા જે વધી ને નવ તજજ્ઞોનો,ચાર મેડિકલ ઓફિસર, ડેન્ટીસ, ક્લાસ વન ક્લાસ ટુ ની ઉભી કરવામાં આવી છે અહીં 100 બેડ ની સુવિધા ઉભી કરવામાં આવનાર હોવાથી સંપૂર્ણ સુવિધા વાળું અદ્યતન બિલ્ડીંગ બનવાનું હોવાથી આ કાર્યરત જૂનું બિલ્ડીંગ તોડી તેજ જગ્યાએ નવું બિલ્ડીંગ બનવામાં આવનાર છે.જોકે સરકાર ની જે આવશ્યક તબીબી સેવાઓ છે જે ચાલુ રાખવામાં માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી પડે તે માટે હોસ્પિટલ કેમ્પસમાં ડોમ બનાવી ટેમ્પવારી ઉભું કરી મુખ્ય ઓપીડી અને મેલ વોર્ડ ઉભો કરવામાં આવશે જયારે 2020 માં બનાવેલ કોવીડ વોર્ડ માં લેબર રૂમ ઓપરેશન થિયેટર ફિમેલ વોર્ડ તૈયાર કરવામાં આવનાર છે આ બિલ્ડીંગ તૈયાર થતા બે થી ત્રણ વરસ લાગશે. વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવનાર હોવાથી અને આ વ્યવસ્થા લાંબો સમય ચાલનારી હોવાથી નગરજનો અને આજુબાજુ ના અહીં સારવાર અર્થે આવનારા દર્દીઓ ને થોડી તકલીફો ચોક્કસ પડશે પરંતુ આખી ત્રણ મજલી હોસ્પિટલ બની ગયા પછી ખૂબ સરસ સુવિધાઓ અને વ્યવસ્થાઓ પ્રજા ને મળી રહેશે.