
જૂનાગઢ જિલ્લાના વંથલી ઘટકના મોહબતપુર આંગણવાડી કેન્દ્ર-૨ તથા જૂનાગઢ-૨ ઘટકના ઇવનગર આંગણવાડી કેન્દ્ર-૨ ની પ્રોગ્રામ ઓફિસરશ્રીની ઉપસ્થિતિમાં માસના ચોથા મંગળવારે પૂર્ણા દિવસ/અન્ન વિતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત વર્ષ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને થીમ મુજબ પૂર્ણા સખી-સહસખી મોડ્યુલમાંથી લિંગ ભેદ અને જેન્ડર વિશે, પૂર્ણા શક્તિ અને પૂર્ણા યોજના વિશે સમજ પણ આપવામાં આવી અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. પોષણ અને પૌષ્ટિક ખોરાક તેમજ બી.એમ.આઈ, હિમોગ્લોબીન, ટેક હોમ રેશન તથા એનીમિયા જાગૃતિ અંગે અને કિશોરીઓને જીવન કૌશલ્ય વિશે સમજણ, તેમજ આંગણવાડી કેન્દ્રના બાળકોના વજન અને ઊંચાઈનું ક્રોસ વેરીફિકેશન, આંગણવાડી ખાતે ઉપલબ્ધ સ્ટોકનું ક્રોસ વેરિફિકેશન, આંગણવાડી ખાતે બાળકોને આપવામાં આવતા પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરીનુ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આંગણવાડી કાર્યકર અને તેડાગરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.




