
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં 24 કલ્લાકમાં 8 ઇંચ વરસાદ : 40 જેટલા કાચા મકાન ધરાશય થયાં,સિસોદરા(મે)ગામે કાચા મકાનની દિવાલ ધરાશય થવાથી બે પશુઓના મોત થયા
વાત્રક અને માજુમ નદી બે કાંઠે વૈડી ડેમ ઓવરફલો
મેઘરજ તાલુકામાં છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદ વરલસી રહ્યોછે છેલ્લા 24 કલ્લાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં તાલુકામાં નાના મોટા ચેકડેમો અને તળાવો છલકાઇ ગયાછે વાત્રક અને માજુમ નદી બે કાંઠે વહીરહીછે તેમજ વૈડીડેમ ઓવરફલો થતાં નીચાણ વાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયાછે
મેઘરજ તાલુકામાં છેલ્લા 24 કલ્લાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં તાલુકામાં આવેલ નાના મોટા ચેકડેમ અને તળાવો છલકાઇ ગયાછે વાત્રક અને માજુમ નદી બે કાંઠે વહેવા લાગી હતી વૈડી ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક કરાયાછે સતત વરસાદ ને લઇને તાલુકામાં 40 કાચા મકાનો ધરાશય થયા હતા સિસોદરા(મે)ગામે કાચા મકાનની દિવાલ ધરાશય થવાથી બે પશુઓના મોત થયા હતા તાલુકામાં અનેક પાકા માર્ગો પર વ્રુક્ષો ધરાશય થતાં રસ્તા બંધ થયા હતા તંત્ર દ્વારા વ્રુક્ષો હટાવી રસ્તા શરૂ કરાયા હતા એક સાથે આઠ ઇંચ વરસાદ ખાબકતાં મેઘરજ નગરમાં નીચાણવાળા વિસ્તારોની સોસાયટીયોના મકાનો અને દુકાનો માં વરસાદી પાણી ગુસ્યાં હતાં




