DAHODGUJARAT

દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીયર એજ્યુકેટર ની મીટીંગ યોજાઈ

તા.૨૯.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીયર એજ્યુકેટર ની મીટીંગ યોજાઈ

દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભગીરથ બામણીયા ના માર્ગદર્શન હેઠળ નગરાળા પીએચસી ના મેડિકલ ઓફિસરના સહયોગથી RKSK પ્રોગ્રામ અંતર્ગત બધાજ સબ સેન્ટર ના પિયર એજ્યુકેટરને બોલાવી મીટીંગ કરવામાં આવી હતી જેમાં RKSK પ્રોગ્રામ અંતર્ગત પિયર એજયુકેટર ને કિશોર અને કિશોરીઓમાં શારીરિક માનસિક તેમજ ભાવનાત્મક ફેરફાર સિકલસેલ એનિમિયા રોડ ટ્રાફિક એક્સિડન્ટ,ચેપી બિન ચેપી રોગો તેમજ ધોરણ 10 અને 12 ના કયા ક્ષેત્રમાં કયા વિષય સાથે આગળ વધી શકાય તે વિશે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આ પિયર એજયુકેટર જો તેમના ગામ અને ફળિયામાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આપે અને જો કોઈ કિશોર કિશોરીને સ્વાસ્થ અંગે કોઈ મૂંઝવણ હોય તો કિશોર અને કિશોરી આરોગ્ય કેન્દ્ર સુધી પહોચતા થાય.તેમજ પિયર એજ્યુકેટરને પ્રોત્સાહનરૂપે પાણીની બોટલ.ટીશર્ટ, ટોપી,બેગ,કંપાસ, આઈ કાર્ડ યોગા મેટ પેન, સ્લેટ આપવામાં આવ્યું.સમગ્ર કાર્યકમનું સંચાલન PHC ડૉ વિનોદ ડિંડોર મેડિકલ ઓફિસર તથા RKSK કાઉન્સેલર અને PHC SBCC ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!