DAHODGUJARAT

સંજેલી નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

તા.૧૭.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં સાયન્સ સિટી, કાકરિયા પ્રાણીસંગ્રહાલય અને ત્રિમૂર્તિ મંદિરના સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી.આજની 21 મી સદીમાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે એવા ઉમદા હેતુથી સાયન્સ સિટીની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ રસ પડ્યો હતો.શાળા પ્રવાસના કન્વીનર મોહનભાઇ તડવી અને સંગાડા પંકજભાઈએ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!