
વિજાપુર બાર એસોસિયેશન દ્વારા ઉપપ્રમુખ ની ચૂંટણી મા રાજેન્દ્ર કુમાર બારોટ ચુંટાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બાર એસોસિયેશન દ્વારા ઉપપ્રમુખ માટે ચુંટણી અધિકારી દી એસ ઉપાધ્યાય અને કપીલ બ્રહ્મભટ્ટ ની ઉપસ્થિતિ મા ચુંટણી યોજાઈ હતી. જેમાં અગાઉ પ્રમુખ તરીકે કૃણાલ પી બારોટ અને મંત્રી તરીકે રાજેશ પટેલ સહમંત્રી તરીકે તનજીલ અલી સૈયદ ની બિનહરીફ વરણી થયા બાદ ઉપપ્રમુખ માટે બે ઉમેદવારો એ પોતાનો દાવો કરી ઉમેદવારી પત્ર ભર્યું હતુ જેના માટે શુક્રવારે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 106 મતદારો માંથી 94 જેટલા વકીલ મતદાતા ઓએ ઉપપ્રમુખ માટે મતદાન કર્યું હતુ કર્યું હતું જેની ગણતરી સાંજે પાંચ કલાકે ચૂંટણી અધિકારી ડી એસ ઉપાધ્યાય કપીલ ભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં 94 મતો માંથી મહેન્દ્ર સિંહ વિહોલ ને 42 મતો મળ્યા હતા. જ્યારે રાજેન્દ્ર એમ બારોટ ને 50 મતો મળતા તેઓને ઉપપ્રમુખ માટે ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા. જેને લઇને વકીલ મંડળ મંડળ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.




