
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા તારીખ 20-3-2025 ગુરુવાર ના રોજ વિશ્વ ચકલી દિવસ ” નિમિતે ચકલી ના માળા નુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે, જેના થી લોકો મા પક્ષીઓ અને ખાસ કરી ને ચકલી (ગોરયા રાની) જે હાલ લુપ્ત થવા ને આરે છે તેના વિશે જાગૃતતા કેળવી શકાય.તેવા હેતુ થી ચકલી ના માળા નું વિતરણ વ્યક્તિ દીઠ બે નીચે જણાવેલ એડ્રેસ પર ગુરુવાર સવારે ૧૦:૦૦ વાગ્યા થી ૧૨:૩૦ કલાક સુધી કરવામા આવશે. શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, વંથલી રોડ, બીલનાથ મંદિર પાસે પ્રેમાનંદ વિધા મંદિર સ્કૂલ ,જૂનાગઢ. તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા ની અખબારી યાદી માં જણાવવામા આવેલ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





