GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ઉજવાયો

 

તારીખ ૨૬/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બુધવારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ઉજવવામાં આવ્યો જેમાં કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર મિનેશભાઈ દોશી, સી.આર.સી નરેન્દ્રભાઇ પટેલ, શાળાના કેળવણી મંડળના ઉપપ્રમુખ હરીશભાઈ ઉપાધ્યાય ,મંત્રી હર્ષદભાઈ જોશી, શાળાના આચાર્ય રીતેશ પંડ્યા શિક્ષકગણ,વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડો દોશીએ વિદ્યાર્થીઓને જીવનમાં સ્વયં રસ લઈ અભ્યાસ કરવા પર ભાર મૂક્યો હતો શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્યએ આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!