Rajkot: ૨૪ ડિસેમ્બરે યોજાશે રાજયકક્ષા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા

તા.૧૧/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૧૪ થી ૧૮ વર્ષનાં જુનિયર વિભાગનાં ભાઈઓ- બહેનો લેશે ભાગ
Rajkot: ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય સંચાલિત રાજયકક્ષા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૪- ૨૫નું આયોજન તા.૨૪ ડિસેમ્બર ૨૦૨૪નાં રોજ ઓસમ પર્વત, પાટણવાવ, તા.ધોરાજી,જિ.રાજકોટ ખાતે યોજાશે.
આ સ્પર્ધા જુનીયર વિભાગનાં ભાઈઓ તેમજ બહેનોના બે ભાગમાં આયોજીત થશે.ભાગ લેવા આવનાર સ્પર્ધકોએ તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૪નાં રોજ બપોર પછી ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક સુધીમાં ઓસમ પર્વત તળેટી,પાટણવાવ, તા.ધોરાજી ખાતે કાર્યાલય પર પોતાનું ફરજીયાત રિપોર્ટીંગ કરાવવાનું રહેશે. તા.૨૪ ડિસેમ્બર ૨૦૨૪નાં રોજ સવારે ૦૭:૦૦ કલાક થી ભાઈઓ તેમજ સવારે ૦૭:૩૦ કલાક થી બહેનો માટે સ્પર્ધા યોજવામાં આવશે.
રાજય સરકાર દ્રારા સ્પર્ધકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ૧ થી ૧૦ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.નિયત સમયમાં અગાઉથી અરજી કરનાર પાત્રતા ધરાવતા ભાઈઓ-બહેનો જ હરિફાઈમાં ભાગ લેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, રાજકોટ એચ.વી.દિહોરાની યાદીમાં જણાવાયું છે.



