જોડીયામાં ઝળુંબતુ જોખમ-દુર્ઘટનાને તેડાસમાન??

જોડિયા ગ્રામ પંચાયત નો લક્ષ્મી પરા વિસ્તારમાં માં આવેલ ૨ લાખ લીટર નો પાણી નો ઓવર હેડ ટેંક જર્જરીત
*પાણી ના ટાંકા નીચે રહેતા ગરીબ પરિવારોઓ માટે જાન નુ જોખમ *
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર જીલ્લાના જોડિયામાં પંચાયતી રાજ પૂર્વ ગામને તાલુકા લખતર પાસે આવેલ ઉંડ નદી થી પીવાનું પાણી ૯.કિલોમીટર સિમેન્ટ ના પાઈપ લાઈન દ્વારા જોડિયા ગામ સુધી પાણી પોહચડાવા માટે તે સમય ગામનાં શેઠ શ્રી હંસરાજ ભાઈ મીરાણી ના ભગીરથ પ્રયાસ થી ગામના લક્ષ્મ પરા વિસ્તારમાં બે લાખ લીટર ક્ષમતા વાળું પાણી નું ઓવર હેડ ટેંક ના નિર્માણ થયેલુ જેના દ્વારા ગામના ચાર ઝોનમાં પાણી નું વિસ્તાર કરાતુ હતું
પંચાયત રાજ સ્થાપના બાદ ગ્રામ પંચાયત દ્વારા ઉપરોક્ત ટાંકા દ્વારા પાણી નું વિતરણ કરાય છે. ૧૦ દાયકા પહેલા નિર્માણ પામેલ પાણી નો ટાંકો વર્તમાન સમય અત્યંત જર્જરીત થતાં ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. તેવી પરિસ્થિતિ. ના સામનો જોડિયા ગ્રામ પંચાયત કરી રહી છે પંચાયત બોડી દ્વારા જીલ્લા પંચાયત અને સરકાર ના પાણી પુરવઠા બોર્ડ ને લિખિત માં જર્જરીત ટાંકા ની પાડવા ની મંજૂરી તથા નવા પાણી ના ટાંકા નિર્માણ માટે રજુઆત કરાઇ છે. ઓવર હેડ પાણી ના ટાંકા નીચે ૧૦,૧૨,જેટલા ગરીબ પરિવાર મકાન માં વસાહત કરી રહ્યાં છે. વહેલી તકે આ સમગ્ર બાબત સરકાર ને ધ્યાન આપવું જરૂરી છે અન્યથા ગમે ત્યારે દુર્ધટના સરકાર અને ગ્રામ પંચાયત માટે કાંળીટીલી લાગશે. _!
પૂરક માહિતી -રમેશ ટાંક જોડિયા.






