
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના અમલાઈ ગામે સેવાસેતુ કેમ્પ યોજાયો
કોઈ પણ ધક્કા ખાધા વગર જ સ્થળ પર જ મારા રેશનકાર્ડમાં નામ સુધારો થયો: પાયલ કોટલ
અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના અમલાઈ ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. સેવા સેતુ કાર્યક્રમ અન્વયે વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, મેડિકલ હેલ્થ ચેકઅપ, જાતિ આવકના દાખલાઓ, પુરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગને લગતી વિવિધ સેવાઓ તેમજ આધાર કાર્ડને લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.
આ અમળાઈ ગામમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમનો લાભ અમલાઈ, સાકરીયા, ઝાલોદર, અણદાપુર, બડોદરા, ભેરૂન્ડા,કઉ, બોરડી ડુઘરવાડા, ખલીકપુર, વલ્લાવાંટા, ફરેડી,શીણાવાડ, વોલ્વા, સાયરા, બાજકોટ, પાલનપુર, સબલપુર, વણીયાદ, કોકાપુર, મોરા, સાલમપુર, પહાડપુર,કોલીખડ, મુન્શીવાડા,મુલોજ,માથાસુલીયા, સીતપુર,ખડોદા, ગણેશપુર, દોલપુર (શી), ધોલવાણી, દરીયાપુર, દધાલીયા સહિતના ગામલોકોએ મેળવ્યો છે.




