
સમીર પટેલ, પટેલ
આમોદ તાલુકામાં આવેલાં ભીમપુરા ગામે સાસરીમાં આવેલાં શખ્સે ઝેરી દવા ગટગટાવી લેતાં તેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. . પાદરાના મેઢાડ ગામે રહેતાં કમલેશ કાભઇ રાઠોડના આમોદ તાલુકામાં આવેલાં ભીમપુરા ગામની યુવતિ સાથે લગ્ન થયાં હતાં. તેમને સંતાનમાં બે બાળકીઓ હતી. દરમિયાનમાં તેની પત્ની પુન: સગર્ભા થતાં દોઢેક મહિનાથી તે ભીમપુરા ગામે પિયરે આવી હતી. જ્યારે તે પાદરાથી ભીમપુરા આવ-જા કરતો હતો. તાજેતરમાં જ તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. અરસામાં તેનો કોઇ બાબતે પારિવારિક ઝઘડો થતાં મામલો ગરમાતા તેને લાગી આવતાં મોનોકોટો નામની દવા પી જતાં તેની હાલત લથડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની કવાયત હાથ ધરી હતી. જોકે, તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનુંમોત થયું હતું.



