GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર વીજતંત્ર દ્વારા વીજ વપરાશકારોને સ્માર્ટ મીટર લગાડી દેવાતા હોવાની બૂમરાણ ઉઠી છે.

સ્માર્ટ સોલરના બદલે સાદા મીટરની માંગ સાથે ગ્રાહકે રજૂઆત કરી

તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સ્માર્ટ સોલરના બદલે સાદા મીટરની માંગ સાથે ગ્રાહકે રજૂઆત કરી

સુરેન્દ્રનગરમાં વીજ કંપની દ્વારા જે લોકોએ સોલાર પેનલ નખાવી છે તેમને સ્માર્ટ મીટર લગાડવાની ફરજ પાડતી હોવાની રાવ ઊઠી છે તો બીજી તરફ જે ગ્રાહકો સ્માર્ટ મીટર લગડવાની ના પાડે તેમને અમારી પાસે હાલ સાદુ મીટર નથી, સાદુ મીટર આવશે ત્યારે તમારું સોલાર ચાલુ થશે તેવું જણાવવામાં આવે છે બીજી તરફ ગુજરાતમાં કોઈ શહેરમાં સોલાર પેનલ સાથે ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવામાં આવતું નથી માત્ર સુરેન્દ્રનગર વીજતંત્ર દ્વારા વીજ વપરાશકારોને સ્માર્ટ મીટર લગાડી દેવાતા હોવાની બૂમરાણ ઊઠી છે સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ નવરંગ સોસાયટી વિસ્તારમાં રહેતા પટેલ હિતેષભાઈ ખોડીદાસ ભાઈને સોલાર વીજ મીટર ન લગાવડવા દેવા બાબત વીજતંત્રે નોટિસ આપી હતી જેમાં જણાવ્યું કે તમારા દ્વારા તા. 5-8-2024ના રોજ કચેરી દ્વારા સ્માર્ટ સોલાર વીજ મીટર લગાવવા માટે સ્ટાફને તથા સ્માર્ટ મીટર એજન્સીને મોકલેલ હતા પરંતુ તે સ્માર્ટ હોવાથી તમે મીટર લગાવવા ના પાડેલ હોઇ આપના અગ્રતાક્રમ પછીની અરજી અનુસંધાને આ કામગીરી હાથ ધરવામાં આવશે જે બાબતે આપ કોઇ પ્રકારનો વાંધો રજૂ નહીં કરી શકો અને જો સ્માર્ટ સોલાર મીટર લગાવવા હવે પછી ઇચ્છુક હોઇ તો આ કચેરીએ લેખિત બાંહેધરી રજૂ કરશો ત્યારબાદ જ આ મીટરની કામગીરી હાથ ધરવામાં આવશે બીજી તરફ સુરેન્દ્રનગરની જૂની હાઉસિંગ બોર્ડમાં રહેતા ખોજાણી ઇસાકભાઈ એહમદભાઈએ લેખિતમાં વીજતંત્રને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું કે,અમે સોલાર પેનલ ઘરના ધાબા ઉપર નખાવેલ છે તો મારા ઘરે રેગ્યુલર સાદુ મીટર નાંખવું તેવું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!