GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં આગામી તા.૦૩જી જુલાઇ સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

વાત્સલ્યમ સમાચાર
    નવસારી

નવસારી શહેરમા છ સ્થળો એ ઝાડ પડી જતા ડિઝાસ્ટર ટીમ એક્શનમાં આવી :  ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ઝાડ ખસેડી દઇ રસ્તાને અવર જવર માટે સાફ કરવામાં આવ્યો
દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં મેઘરાજાનું આગમ થઇ ચુક્યુ છે. .

આજે પણ સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તા.૦૫/૦૭/૨૦૨૪ સુધી મધ્યમથી ભારે વરસાદની પડવાની શક્યતા છે. જેમાં આગામી તા.૦૩-૦૭-૨૦૨૪ સુધી નવસારી જિલ્લાને રેડ અને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ નવસારી જિલ્લા તંત્રના તમામ વર્ગ ૧ અને ૨ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક ૨૪*૭ પોતાના વિસ્તારમાં વરસાદને લગતી બાબતો ઉપર દેખરેક રાખવા સુચના આપી છે.

વરસાદના આંક જોઇએ તો, આજે તા.૦૧-૦૭-૨૦૨૪ના રોજ વહેલી સવારના ૬.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા દરમિયાન નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં સૌથી વધુ ૯૮ મિ.મી., જલાલપોર તાલુકામાં ૮૭ મિ.મી., ગણદેવીમાં ૨૩ મિ.મી., ચિખલીમાં ૨૪ મિ.મી., ખેરગામ તાલુકામાં ૧૧ મિ.મી., અને વાંસદામાં સૌથી ઓછો ૦૪ મિ.મી. વરસાદ એમ નવસારી જિલ્લામાં કુલ-૨૪૭ મીમી વરસાદ નોંધાયો હતો.

ડેમની સપાટી જોઇએ તો, જુજ ડેમ ૧૫૧.૭૦ ફુટ, કાલીયા ડેમ ૯૯.૭૫ ફુટ  નોંધાઇ છે.

નદીઓની સપાટી જોઇએ તો, અંબિકા નદી ૧૦.૬૯ ફુટ, પૂર્ણા નદી ૧૦.૦૦ ફુટ અને કાવેરી નદી ૦૮.૦૦ ફુટ સુધીની સપાટી નોંધાઇ છે.

મોસમના કુલ વરસાદ ઉપર નજર કરીએ તો, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૩૧૭ મિ.મી., જલાલપોર તાલુકામાં ૩૧૭ મિ.મી., ગણદેવીમાં ૨૧૦ મિ.મી., ચિખલીમાં ૧૯૮ મિ.મી., ખેરગામ તાલુકામાં ૩૦૪ મિ.મી., અને વાંસદામાં ઓછો ૧૯૮ મિ.મી. વરસાદ એમ નવસારી જિલ્લામાં આજદિન સુધીનો મોસમનો કુલ-૧૬૨૮ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત નવસારી શહેરમા છ સ્થળો એ ઝાડ પડી જતા વાહનવ્યનહાર ખોરવાયો હતો. જેને લઇ નવસારી જિલ્લા ફાયર ટીમ દ્વારા એક્શનમાં આવી હતી. ટીમ દ્વારા ગણદેવી રોડ, છાપરા રોડ, વિજલપોર ઉદ્યોગનગર, આશાપુરા મંદિર, તીઘરા જકાત નાકા, સબ જેલ અંદર તથા લૂંસીકુઈ ખાતે પડી ગયેલા ઝાડને તાત્કાલિક ધોરણે ખસેડી દઇ રસ્તાને અવર જવર માટે સાફ કરવામાં આવ્યો હતો.  નોંધનિય છે કે ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થયેલ નથી. નવસારી જિલ્લો રેડ અને ઓરેન્જ ઝોન જાહર થયેલ હોઇ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તથા જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે સતર્ક રહી તમામ બબાતોઉપર દેખરએક રાખી રહ્યા છે.          

Back to top button
error: Content is protected !!