BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

સોશિયલ મીડિયામાં સ્ટંટ વીડિયો બનાવવાનું ભારે પડ્યું:અંકલેશ્વરમાં ચૌટાનકાથી ભરુચીનાકા વચ્ચે કાર-બાઇક સ્ટંટ કરનાર 7 યુવાનોની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની ઘેલછામાં યુવાનોએ જાહેર માર્ગ પર કાર અને બાઇક સ્ટંટ કરતા પોલીસે કાર્યવાહી કરી છે. ચૌટાનકાથી ભરુચીનાકા વચ્ચેના માર્ગ પર આ યુવાનોએ ટ્રાફિકમાં અડચણ ઊભી કરી અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા.
પોલીસે કુલ 10 લોકો સામે કાર્યવાહી કરી છે, જેમાં 3 સગીર બાળકો પણ સામેલ છે. આ પૈકી 7 યુવાનોની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અંકલેશ્વરમાં તલવારથી કેક કાપવાની ઘટના બાદ એક યુવાન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
ભરૂચ પોલીસ કાયદાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની લાલચમાં યુવાનો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવી હરકતો કરનારા સામે પોલીસ કડક પગલાં લઈ રહી છે.

Back to top button
error: Content is protected !!