
વડનગર સ્માર્ટ પોલીસ મથકે નોંધાયેલ ચોરીઓ ના ગુના નો આરોપી ઝડપાયો
પોલીસે ચોરીનો 47,000/- નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા જીલ્લા ના વડનગર ના સ્માર્ટ પોલીસ મથકે નોંધાયેલ 800 મીટર ફુવારા ની પાઇપ તેમજ ટ્રેકટર ની પાઇપ ની ચોરી ના ગુના નો વડનગર પોલીસે ભેદ ઉકેલી આરોપી ને ઝડપી પાડી રૂપિયા 47,000/- નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડનગર પોલીસ ને પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક દિનેશ સિંહ ચૌહાણ ની સૂચના મળતાં પોલીસ અધિકારી એચ એલ જોશી એ ટીમ વર્ક બનાવી પેટ્રોલીંગ હાથ ધરતા ખાનગી રાહે મળેલી બાતમી મુજબ સુલતાન પુર જવાનપુર વડનગર થી આરોપી વસંતજી ઉર્ફે ટીનાજી ઠાકોર ને ઝડપી પાડી તેની પાસેથી ચોરી ની પાઇપો રૂપિયા 47,000/- ની રીકવર કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.



