
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લિમખેડા તાલુકામા મહિલાને ડાકણ હોવાનો વ્હેમ રાખી જેઠાણી હેરાનગતિ કરતા ૧૮૧ અભયમ લીમખેડા મદદે
અભયમની ટીમે બંને પક્ષોનુ અસરકારક કાઉન્સિલિગ કરી માર્ગદર્શન આપ્યું લિમખેડા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તાર માંથી પિડિત મહિલા એ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે તેમની જેઠાણીનો છોકરો વારંવાર બિમાર પડી જાય છે જેના કારણે તેમની જેઠાણી ડાકણ હોવાનો આક્ષેપ લગાવી અપશબ્દો બોલી હેરાનગતિ કરે છે જેથી પિડીત મહિલા ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમની મદદ માંગી હતી જેથી અભયમ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે તેમની જેઠાણીનો છોકરો વારંવાર બિમાર થઈ જાય છે તે સાજો નહીં થતો જેથી તેમની જ દેરાણીને તું ડાકણ છે માટે મારો છોકરો સાજો નહિ થતો તેમ કહિ હેરાનગતિ કરે છે જેથી અભયમ ટીમ તેમની જેઠાણી નું કાઉન્સિલીગ કરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ તેમજ તેમની જેઠાણીનુ યોગ્ય કાઉન્સિલીગ કરી સમજાવેલ કે તેમના દિકરા ને હોસ્પિટલ માં સારવાર કરાવે અને અપશબ્દો કે અંધશ્રદ્ધાના કારણે પોતાના પરિવાર ના સભ્યોને ડાકણ જેવા આક્ષેપ લગાવી હેરાનગતિ કરવી એ ગુનો બને છે તે વિશે ની સમજ આપી જેથી તેમને પોતાની ભુલ સ્વીકારી અને હવે પછી બીજીવાર હેરાનગતિ નહિ કરે તેની બાંહેધરી આપેલ જેથી સગાસંબંધમા તેઓને મનભેદ ન રહે તે રીતે બંને પક્ષોનુ અસરકારક કાઉન્સિલિગ કરી સમાધાન કરેલ છે. જેથી પિડીત મહિલા ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર માન્યો હતો



