ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ડિપાર્ટમેન્ટના ડી.વાય.એસ.પી. પ્રવીણભાઈ ધારૈયાને એસ.પી. તરીકે પ્રમોશન બદલ સન્માન સમારોહ યોજાયો.
સન્માન સમારોહ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના મેઘવાળ વણકર સમાજના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા.

ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ડિપાર્ટમેન્ટમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા પ્રજા વાત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગર ભાવેણા ગામના વતની પ્રવીણભાઈ જી. ધારૈયા ને તેમની નિષ્ઠાવાન સેવા, પ્રમાણિકતા અને ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે એસ.પી. પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન મળ્યું છે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેમનું સન્માન કરવા અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામના મેઘવાળ વણકર સમાજના અગ્રણી સામાજિક આગેવાન અને ભાજપ કાર્યકર શ્રી લલીતભાઈ મારૂના નેતૃત્વમાં એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાંધીનગરના લલીતભાઈ મારૂની ટીમના સાથીઓ પ્રોફેસર ડો. માનસિંગભાઈ ચૌધરી, રિટાયર્ડ એરપોર્ટ જોઈન્ટ કમિશન ઓફિસર હેમચંદ્રસિંહ, ફાઇનાન્સિયલ એડવાઈઝર અંકેશ બન્નાજી તથા અમદાવાદ કાપડ મહાજનના એમ.બી. ચૌધરીએ પ્રવીણભાઈ ધારૈયા નું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કર્યું હતું સન્માન સમારોહ દરમિયાન ડી.વાય.એસ.પી. ધારૈયા સાથે ચેતક કમાન્ડોની કામગીરી, રાષ્ટ્ર સુરક્ષા અને પોલીસ વિભાગના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી તેમણે પોતાના અનુભવો શેર કર્યા અને રાષ્ટ્રસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ પ્રસંગે લલીતભાઈ મારૂએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ ધારૈયા નું પ્રમોશન એ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી પરંતુ સમગ્ર સમાજ અને ગુજરાત પોલીસ વિભાગ માટે ગૌરવની વાત છે તેમની નિષ્ઠા અને દેશભક્તિ યુવાનો માટે પ્રેરણાદાયી છે આ સન્માન સમારોહ ગુજરાત પોલીસની ગરિમા અને સામાજિક એકતાનું પ્રતીક બન્યો હતો.
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી જર્નાલીસ્ટ સાવરકુંડલા.






