પંચમહાલ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીને લઈને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ
તા.૧૫ મી ઓક્ટોબર સુધી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, બુધવાર ::* દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૭મી ઓક્ટોબર,૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી રાજ્યમાં “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૩ વર્ષથી ગુજરાતના વિકાસની યાત્રા અવિરત ચાલી રહી છે, આ સંદર્ભે તા.૧૫ મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજનબદ્ધ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે.
વિકાસ સપ્તાહની ઉજવણી સંદર્ભે કલેકટર કચેરી, પંચમહાલના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર આશિષકુમારએ વિકાસ સપ્તાહ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી તેમજ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને તા.૧૫ મી ઓક્ટોબર સુધી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી સંદર્ભે જરૂરી અને મહત્વની બાબતો અંગે સુચનો આપ્યા હતા.
આ બેઠકમાં નિવાસિ અધિક કલેકટર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા.





