
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુર ના મંગલપુર ગામે ડુંગર પર બિરાજમાન આદ્યશક્તિ ફૂલ જોગણી માતાજી નો મંગલપુર ગ્રામજનો દ્વારા ભવ્ય પાટોત્સવ ઉજવાયો
કોઈપણ દેવી દેવતા હોય તેમના સ્થાપના કે પ્રતિષ્ઠા દિવસ હોય એને પાટોત્સવ તરીકે ઉજવવા માટે ભક્તો અવનવા ધાર્મિક પૂજા કર્યો કરી ને પાટોત્સવ તરીકે ઉજવતા હોય છે ત્યારે માલપુર ના મંગલપુર ગામે ડુંગર પર બિરાજમાન આદ્યશક્તિ ફૂલ જોગણી માતાજી નો મંગલપુર ગ્રામજનો દ્વારા ભવ્ય પાટોત્સવ ઉજવાયો દેવી દેવતા ના સ્થાનક હંમેશા ઊંચા હોય છે એ મુજબ માલપુર ના મંગલપુર ગામે વાત્રક નદી તટે અને ઊંચી તળેટી પર સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન ફુલબાઈ માતાજી નો દર વર્ષે ની જેમ ચાલુ વર્ષે પણ પાટોત્સવ ની ઉજવણી કરાઈ
માતાજી ના પાટોત્સવ ને લઈ મંગલપુર ના ગ્રામજનો દ્વારા વૈદિક ભૂદેવો દ્વારા યજ્ઞ નું સુંદર આયોજન કરાયું ,વેદ ના મંત્રોચ્ચાર થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું યજ્ઞ ના યજમાન પ્રદીપસિંહ મકનસિંહ રાઠોડ ગામ વતી મુખ્ય યજમાન તરીકે પતિ પત્ની સહિત માતાજી ની રાજોપચારી પૂજા કરી અને યજ્ઞ માં આહુતિ આપી હતી ,ખૂબ અનોખી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક ફુલબાઈ માતાજી નો પાટોત્સવ સંપન્ન થયો




