દાહોદના રામાનંદ પાર્ક ખાતે શ્રી જગદીશદાસજી મહારાજ ની ઉપસ્થિતિમાં ફગોત્સ કાર્યક્રમ યોજાયો

તા.૦૧.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahid:
દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા વિવિધ સામાજિક માગંલિક અને ધાર્મિક તથા સેવા ના કાયૅ કરવામાં આવે છે
તાજેતરમાં હોળી ધુળેટી ના તહેવાર ને અનુલક્ષીને રામાનંદ પાકૅ ખાતે રાજ મહિલા મંડળ દાહોદ ની મહિલા ઓ તથા બહેનો દ્વારા રામાનંદ પાકૅ ખાતે હોળી ફાગોત્સ નો કાયૅક્રમ કરવામાં આવ્યો હતો કાયૅક્રમ નુ સંચાલન રામાનંદ પાકૅ ના સેવાભાવી સભ્ય ડો નરેશ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતુ રાજ મહિલા મંડળ દાહોદ ના પ્રમુખ મણીબેન ધાનકા ના નેતૃત્વ મા મહીલા મંડળ ની બહેનોએ હોળી ધુળેટીના આનંદીત વાતાવરણ મા ફાગોત્સ નો આનંદ માણી ગરબે ધુમી ઝુમયા હતા
મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી નુ શ્રી રાજ મહિલા મંડળ દાહોદ ની બહેનો દ્વારા શાલ ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા ઉપસ્થિત બહેનો નેઆશીર્વાદ આપી મહિલા મંડળ દ્વારા કરવામાં આવતી ધાર્મિક અને સેવાકાર્ય ને બીરદાવી હતી મહિલા મંડળ ની બહેનો એ ભોજન પ્રસાદી નો આનંદ લીધો હતો



