GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિસ્તારના લોકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરાવ્યું.

MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિસ્તારના લોકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરાવ્યું.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા તથા સ્થાનિક સેવા ભાવી સંસ્થા માનવસેવા એજ પ્રભુસેવા સંસ્થાનના સંયોજન દ્વારા માનવ કલ્યાણ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા.૧૪/૦૫/૨૦૨૫ ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં શહેરી વિસ્તારના લોકો જેવાકે, દુદ/દહીં વેચનાર, બ્યુટી પાર્લર, ભરતકામ, વાહન સર્વિસ કરનાર, પ્લમ્બર કામ કરનાર, સેન્ટીંગ કામ કરનાર, ઇલેક્ટ્રિક કામ કરનાર વગેરે જેવા સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન અંદાજીત ૫૦ જેટલા લોકોએ ઓનલાઈન ફોર્મ સબમિટ કરાવેલ હતા. તથા મોરબી મહાનગરપાલિકા ની યુ.સી,ડી શાખા તથા સંસ્થા સ્ટાફ દ્વારા આ કેમ્પને સફળ બનાવવા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી હતી.








