NAVSARI

Navsari: બીલીમોરા-ચીખલી-વાંસદા-વધઈ રોડ પર તા. ૦૪/૦૫/૨૦૨૫ સુધી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ ક રીને પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ જાહેર કર્યા

બીલીમોરા-ચીખલી-વાંસદા-વધઈ કિ.મી. ૯/૦ થી ૫૯/૬ પર હાલમાં ગુજરાત સરકાર દ્વારા “રાજ્યના ઔદ્યોગિક અને ખાણ ખનીજ વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઈડનીંગ અને મજબૂતીકરણની કામગીરી” માટે તા. ૦૪/૦૫/૨૦૨૫ સુધી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ પ્રતિબંધ ફરમાવ્યો છે તેમજ પ્રતિબંધના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ વૈકલ્પિક માર્ગ ઉપર વાહનોની અવર-જવર ડાયવર્ટ કરવા હુકમ કર્યો છે.

પ્રતિબંધિત માર્ગની વિગતો નીચે મુજબ છે
(૧) નાશિકથી વાંસદાથી રાનકૂવાથી ચીખલી તરફનો રૂટ ભારે વાહનો માટે પ્રતિબંધિત
(૨) બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઈ રોડ ચે. કિ.મી. ૧૪/૬૦ (કૌટિલ્ય ફ્યુઅલ સ્ટેશન)થી ચે. કિ.મી. ૧૭/૦ (બંસીધર મેટલ્સ). ડાબી તેમજ જમણી બાજુ ક્વોરીના ભારે વાહનો ચીખલી તરફ પ્રતિબંધિત

વૈકલ્પિક માર્ગની વિગતો નીચે મુજબ છે
(૧) રાનકૂવાથી ખુડવેલથી ગોલવાડ થઈ ચીખલી અથવા રાનકૂવાથી ટાંકલથી દેગામથી આલીપોર થઈ ચીખલી અથવા રાનકૂવાથી ટાંકલથી ખારેલ થઈ ચીખલી જઈ શકાશે

(૨) અઢારપીરથી લક્ષ્મી ક્વોરીથી રેઠવાણિયા ઈગલ ક્વોરીથી ઉમિયા ક્વોરીથી દેગામ વાવ ફળિયા રોડ કિ.મી. ૦/૦ થી ૩/૨ થઈ – ચીખલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના સર્વિસ રોડ ચે. કિ.મી. ૪૩૩૫ થી ૯૧૦૦ નો ઉપયોગ કરીને ચીખલી કોલેજ ટુ આલીપોર ને.હા. ૪૮ જંક્શન રોડ ચે. કિ.મી. ૦/૧ થી ૦/૦ નો ઉપયોગ કરી કોલેજ સર્કલ થઈ ચીખલી જઈ શકાશે
(૩) ચીખલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના સર્વિસ રોડ ચે. કિ.મી. ૯૧૦૦ થી ૪૩૩૫ નો ઉપયોગ કરીને – ચીખલી કોલેજ ટુ આલીપોર ને.હા. ૪૮ જંક્શન રોડ ચે. કિ.મી. ૦/૧ થઈ –ચીખલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના સર્વિસ રોડ ચે. કિ.મી. ૪૩૩૫ થી ૯૧૦૦ નો ઉપયોગ કરીને – અઢારપીરથી લક્ષ્મી ક્વોરીથી રેઠવાણિયા ઈગલ ક્વોરીથી ઉમિયા ક્વોરીથી દેગામ વાવ ફળિયા રોડ કિ.મી. થી ૩/૨ થી ૦/૦ નો ઉપયોગ કરી કોલેજ સર્કલ થઈ ચીખલી જઈ શકાશે.

આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ માં ઠરાવ્યા મુજબની શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!