ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી : દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપને સ્પષ્ટ બહુમત, મેઘરજમાં ભવ્ય જીતની ઉજવણી કરાઈ ભાજપની 48 બેઠકો પર જીત AAP 22 બેઠકો પર જીત, કોંગ્રેસ ખાતું ખોલવામાં નિષ્ફ્ળ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપને સ્પષ્ટ બહુમત, મેઘરજમાં ભવ્ય જીતની ઉજવણી કરાઈ ભાજપની 48 બેઠકો પર જીત AAP 22 બેઠકો પર જીત, કોંગ્રેસ ખાતું ખોલવામાં નિષ્ફ્ળ

દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપએ સ્પષ્ટ બહુમત મેળવતા ભવ્ય જીત થઇ હતી, 70 બેઠકોમાંથી ભાજપને 48 બેઠક પર જીત મેળવી હતી અને આમ આદમી પાર્ટીએ 22 બેઠકો જીતી હતી તો કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી ન હતી જીત મેળવતા ભાજપને હાશકારો જોવા મળ્યો હતો દિલ્હીમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કેજરીવાલની પણ કારમી હાર થઇ હતી. ભાજપની જીતને લઇ કાર્યકર્તાઓ તેમજ નેતાઓમાં ખુશી જોવા મળી હતી જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી ઠેળ ઠેળ ભાજપ સંગઠન દ્વારા જીતની ઉજવણી કરાઈ હતી અરવલ્લી જિલ્લામાં પણ મેઘરજમાં તાલુકા સંગઠન દ્વારા ભાજપની જીતની ઉજવણી કરાઈ હતી જે પ્રકારે દિલ્હી વિધાનસભામાં ભાજપે મેળવી ભવ્ય જીતને લઇ કાર્યકર્તાઓમાં ખુશી છે મેઘરજ શહેરમાં મુખ્ય બજારમાં કાર્યકરો એ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી ઉપરાંત એકબીજા ને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાયો હતો તાલુકા સંગઠનના પ્રમુખ અનિલભાઈ પંચાલ, જિલ્લા સંગઠનના મંત્રી ભીખાજી સહીત અનેક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને ભાજપની જીતની ખુશી વ્યકત કરી હતી

Back to top button
error: Content is protected !!