BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

આમોદ નજીક હાઈવે પર બસ-બાઈક અકસ્માત:નાહિયેર ગામ પાસે વળાંક પર બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, મૃતકની ઓળખ બાકી

સમીર પટેલ, ભરૂચ

નેશનલ હાઈવે નંબર ૬૪ પર આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. જંબુસરથી સુરત તરફ જતી એસટી બસ અને બાઈક વચ્ચે નાહિયેરના વળાંક નજીક અકસ્માત થયો હતો. આ સ્થળે અચાનક ટર્નિંગ આવતું હોવાથી અકસ્માતની શક્યતા વધારે રહે છે. અકસ્માતમાં બાઈકસવારને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકોએ તરત જ આમોદ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ હજુ થઈ નથી. પોલીસ વાલી-વારસની શોધખોળ કરી રહી છે. પોલીસે બસ ચાલક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાની તપાસ માટે સીસીટીવી ફૂટેજ, વળાંક વિસ્તાર અને વાહનોની સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!