DEVBHOOMI DWARKADWARKA

દ્વારકામાં પ્રાદેશિક સરસ મેળા-૨૦૨૩નો શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા

માહીતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા       

        ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ મિશન અન્વયે સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડદ્વારકા ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નો પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ શુભારંભ કરાવ્યો હતો.

      રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વિવિધ વસ્તુઓના વેચાણ થકી આજીવિકા પ્રાપ્ત કરવાના ઉદેશ્યથી પ્રાદેશિક સરસ મેળો તા.૦૯/૦૯/૨૦૨૩ સુધી સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ દ્વારકા ખાતે યોજાશે. 

      ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સરસ મેળામાં રાજ્યભરમાંથી ૫૦ જેટલા સ્વસહાય જૂથો સહભાગી થયા છે. જેમાં વિવિધ આર્ટસ એન્ડ ક્રાફટ સ્ટોલસેલ્ફી પોઇન્ટલાઈવ ફૂડ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર છે. આ મેળો તા.૦૯/૦૯/૨૦૨૩ સુધી સવારના ૧૧ કલાકથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી રહેશે.

        આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજાદ્વારકા પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયાખંભાળિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રામદેભાઈ કરમુરસહિતના ઊપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!