સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા , રબારણમાં વાનગી સ્પર્ધા યોજાઈ

4 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સરકારી માધ્યમિક શાળા રબારણ તાલુકો અમીરગઢ ખાતે વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સિનીયર શિક્ષક શ્રીકિરણભાઈ દરજી દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા કુલ -26 સ્ટોલ બનાવી વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સી.આર.સી કૉ.ઓ.શ્રી જાવેદભાઈ સિંધી, આજુબાજુની નજીકની શાળાના સ્ટાફે પણ હાજરી હતી. તેમજ શ્રી જે.એસ. જયસ્વાલ , આચાર્ય – વર્ગ -2 હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. શાળાના સ્ટાફ મિત્રો કિરણભાઈ દરજી,હરેશભાઈ પટેલ અને મહંમદઅલી નાંદોલીયા દ્વારા શાળાના આચાર્ય શ્રી ડૉ. ગજેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સેવક રમેશભાઈ ચૌહાણ તથા ચોકીદાર દેવાભાઈ રબારીએ પણ ખૂબ સારો સહકાર આપ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.




