MORBI મોરબીના કિન્નરોને ટેલીફોનિક ધમકી માનસિક ત્રાસ આપતા હોવાથી : કિન્નરો કરી પોલીસમાં અરજી

MORBI મોરબીના કિન્નરોને ટેલીફોનિક ધમકી માનસિક ત્રાસ આપતા હોવાથી : કિન્નરો કરી પોલીસમાં અરજી
મોરબી : મોરબીના નાની બજાર ચૌહાણ શેરીમાં રહેતા કેટલાક કિન્નરોને જામનગર, ગોંડલ, રાજકોટ અને પડધરીને કેટલાક કિન્નરો શારીરિક, માનસિક ત્રાસ આપી હેરાન-પરેશાન કરતા હોવા મામલે મોરબી સિટી એ ડિવિઝન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે.
મોરબીના કિન્નર દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રૂબરૂ અરજી આપી કહ્યું કે રાજાશાહી વખતથી નાની બજાર વિસ્તારમાં કિન્નરો નો મઢ આવેલો છે જ્યાં મોટાભાગના કિન્નરો વસવાટ કરે છે અને જુદા જુદા વિસ્તારોમાં વાર તહેવાર પ્રસંગે ભિક્ષાવૃત્તિ અંતર્ગત અન્ય શહેર જિલ્લામાં પેટનો ખાડો પુરવા મોરબી થી ભિક્ષાવૃત્તિ માટે આદ્યશક્તિ નારી કિન્નરો બહારગામ અવનજવન કરતા હોય છે ત્યારે ભૂતકાળમાં ચોટીલા ખાતે કિન્નરો વચ્ચે મારા મારીની ઘટના બની હતી જે ભૂતકાળને હજુ પણ ભૂલ્યા ના હોય તેવા ક્રોધિત સ્વભાવના રાજકોટ ગોંડલ જામનગર પંથકના કિન્નરો દ્વારા મોરબીના કિન્નરોને મોબાઇલમાં મારી નાખવાની ધમકી આપતા હોય જેથી મોરબીના કિનારોને પોતાના જીવ જોખમમાં હોય અને ફોનમાં ધમકી મળતા 11 કિનારો સામે જુદા જુદા પોલીસ મથકોમાં અરજી આપી છે તેમાં મોરબી એ ડિવિઝન બી ડિવિઝન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સહિત ચોટીલા ગોધરા પંથકમાં પણ અરજી આપ્યાની મોરબીના કિનારોએ જણાવ્યું છે






