RAMESH SAVANI

ચૂંટણીપંચનું સત્તાપક્ષ તરફી વલણ જ પોલીસને અત્યાચાર કરવાનું લાયસન્સ આપે છે !

જ્યારે રાજકારણમાં ગુંડાઓ/ ક્રિમિનલ/ તડિપાર ગોઠવાઈ જાય ત્યારે નાગરિકોને અસહ્ય વેદનાઓ સહન કરવી પડે છે ! કેમકે સત્તાનો દુરુપયોગ થકી તેઓ ત્રાસ વર્તાવવાની એક પણ તક જતી કરતા નથી ! એટલે કહ્યું છે કે ‘Power corrupt, and absolute power corrupts absolutely-સત્તા ભ્રષ્ટ છે અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે ભ્રષ્ટ છે !’
સુરેન્દ્રનગરમાં 2 મે 2024ના રોજ વડાપ્રધાન ચૂંટણી પ્રચાર માટે આવવાના હતા અને તેમનો વિરોધ કરવા માલધારી સમાજના યુવા આગેવાન અને આમ‌ આદમી પાર્ટીના નેતા સતીષ ગમારાએ એક વીડિયો મારફતે અપીલ કરી ! તેથી પોલીસને ભયંકર માઠું લાગી ગયું; આવી અપીલ કઈ રીતે થઈ શકે? આ તો ભયંકર ગુનો ! દેશદ્રોહી કૃત્ય ! અવતારી-યુગપુરુષનો વિરોધ !
પોલીસે સતીષ ગમારાને 1 મે 2024ના રોજ CrPC કલમ-151 હેઠળ એરેસ્ટ કરી લીધા. સુરેન્દ્રનગરના DySP વી.બી. જાડેજાએ સતીષ ગમારાને ઢોરમાર માર્યો. તેને ગંભીર ઈજા થઈ. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું ! CrPC કલમ-151, કોઈ નાગરિકને મારઝૂડ કરવાનો અધિકાર પોલીસને આપતી નથી !
ચૂંટણી વેળાએ સત્તાપક્ષનો/ તેમના નેતાઓનો વિરોધ થઈ ન શકે તો free and fair ઈલેક્શન કહી શકાય? શું નાગરિકો પાસે free and fair ઈલેક્શનનો અધિકાર નથી? ચૂંટણીપંચ પણ સત્તાપક્ષની પાંખ હોય તે રીતે કામ કરે છે; નહીં તો લોકશાહી અધિકાર પર આવી ક્રૂરતા આચરનાર DySPને તરત જ દૂર ન કરે? મારી દ્રષ્ટિએ તો ચૂંટણીપંચ, ઢોરમાર મારનાર DySP કરતા વધુ ગુનેગાર છે ! તેમનું સત્તાપક્ષ તરફી વલણ જ આવી ક્રૂરતા આચરવાનું પોલીસને લાયસન્સ આપે છે !rs

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!