RAMESH SAVANI

પોતાના સ્વાર્થ માટે પક્ષ બદલતા નેતાઓ જ્યારે રાષ્ટ્રહિતની વાત કરે ત્યારે ભૂંડા લાગે છે !

2022માં આમ આદમી પાર્ટીમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડનારા અલ્પેશ કથિરિયા (વરાછા) અને ધાર્મિક માલવિયા (ઓલપાડ) ‘સામાજિક કાર્ય કરવા’ આમ આદમી પાર્ટી છોડીને 27 એપ્રિલ 2024ના રોજ, લોકસભા ચૂંટણી 2024 પહેલા, ભાજપમાં જોડાયા છે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને એક સમયે પાટીદાર અનામત આંદોલનના ચહેરા હતા.
2021માં થયેલી સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કૉર્પોરેટરો ચૂંટાયા હતા. હાલ તેમની સંખ્યા ઘટીને 15 થઈ ગઈ છે. બાકીના કૉર્પોરેટરો સત્તાપક્ષ-ભાજપમાં જોડાઈ ગયા છે ! ધાર્મિક માલવિયાનાં પત્ની સુરત મહાનગરપાલિકામાં ‘આપ’માંથી કૉર્પોરેટર છે !
અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે “આવનાર દિવસોમાં અમે સમાજહિત અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરીશું. વડાપ્રધાન મોદી યુગપુરુષ છે અને તેમણે રામ મંદિર સહિત અન્ય મુદ્દાઓ જે રીતે પૂર્ણ કર્યા છે, તેના કારણે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છીએ.”
ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિતના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. તેઓએ ભવ્ય રામ મંદિર બનાવ્યું, આવી રાષ્ટ્રલક્ષી વિચારથી પ્રેરાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.”
થોડાં મુદ્દાઓ : [1] કોઈ પણ વ્યક્તિને પક્ષ બદલવાનો અધિકાર છે. પોતાના પક્ષમાં ગૂંગળામણ થતી હોય તો બીજા પક્ષમાં જોડાય તેની સામે વાંધો ન હોય. પરંતુ ભગતસિંહની વાતો કરતા કરતા ગોડસેવાદી પક્ષનો ખેસ પહેરી લે ત્યારે સવાલ એ થાય કે રાજકીય નેતાઓની કોઈ વિચારધારા હોય કે નહીં? હાર્દિક પટેલ પણ ભગતસિંહનો ફોટો પોતાના નિવાસસ્થાને રાખતો હતો અને ગોડસેવાદી પક્ષમાં જોડાઈ ગયો ! [2] હાર્દિક પટેલ કોંગ્રેસમાં ઉપપ્રમુખ હતો અને સ્ટાર પ્રચારક હતો, હાલ તે ભાજપનો ધારાસભ્ય છે છતાં તેને કોઈ જગ્યાએ પ્રચાર માટે લાયક ગણેલ નથી ! પક્ષપલટુઓની હાલત હાર્દિક જેવી જ થાય ! [3] અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ ‘સામાજિક કાર્ય કરવા’ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાઈ ગયા ! આ તો લોકોને મૂર્ખ બનાવવાની વાત નથી? શું ભાજપમાં જોડાય તો જ ‘સામાજિક કાર્ય’ કરી શકે? ચૂંટણી ટાણે જ પાટલી બદલુઓ ‘સમાજહિત અને રાષ્ટ્રહિત’ની વાત કરે તો કોઈના ગળે ઉતરે? આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી, નેતા બનાવ્યા; સરકારની નીતિઓથી ત્રાસેલા યુવાનોએ સાથ આપ્યો અને હવે પોતે સત્તાપક્ષમાં ગોઠવાઈ ગયા? હવે કોણ વિશ્વાસ મૂકશે તમારી ઉપર? [4] 2022ની વિધાનસભાની ચૂંટણી વેળાએ ‘મોદી યુગપુરુષ’ લાગતા ન હતા? રામમંદિર શું મોદીએ બનાવેલ છે? સુપ્રિમકોર્ટના ચૂકાદાના કારણે તથા લોકોના દાનથી રામમંદિર બન્યું છે. વડાપ્રધાને અસહ્ય બેરોજગારી/ મોંઘવારી આપી છે, એ ભૂલી ગયા? શિક્ષણનું ધનોતપનોત કાઢી નાખ્યું છે, એ દેખાતું નથી? સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટાવી પોતાનું નામ લખાવી દેનારને યુગપુરુષ કહેતા શરમ પણ ન આવી? શું ‘જનરલ ડાયર’ પણ હવે દેવદૂત લાગશે? [5] શું માત્ર સત્તાપક્ષ જ રાષ્ટ્રલક્ષી વિચાર ધરાવે છે? શું વિપક્ષ રાષ્ટ્રવિરોધી વિચાર ધરાવે છે? પોતાના સ્વાર્થ માટે પક્ષ બદલતા નેતાઓ જ્યારે રાષ્ટ્રહિતની વાત કરે ત્યારે ભૂંડા લાગે છે ! શું સત્તાપક્ષે રાષ્ટ્રહિતનો ઠેકો લીધો છે? જો સત્તાપક્ષ રાષ્ટ્રહિતમાં માનતો હોય તો કાળા નાણાથી વિપક્ષના/ અપક્ષના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવે ખરો? જો સત્તાપક્ષ રાષ્ટ્રહિતમાં માનતો હોય તો વિપક્ષના 12 કોર્પોરેટને ખરીદે ખરો? જો સત્તાપક્ષ રાષ્ટ્રહિતમાં માનતો હોય તો ખેડૂતોને MSP ની કાનૂની ગેરંટી આપવાનો ઈન્કાર કરે ખરો? જો સત્તાપક્ષ રાષ્ટ્રહિતમાં માનતો હોય તો બળાત્કારીઓ/ હત્યારાઓને જેલમુક્ત કરે ખરો? જો સત્તાપક્ષ રાષ્ટ્રહિતમાં માનતો હોય તો ઈલેકટોરલ બોન્ડની/ PM Cares ફંડની વિગતો અપારદર્શક રાખે ખરો? જો સત્તાપક્ષ રાષ્ટ્રહિતમાં માનતો હોય તો નફરતી ભાષણો આપે ખરો? જો સત્તાપક્ષ રાષ્ટ્રહિતમાં માનતો હોય તો ક્રિમિનલને/ તડિપારને મિનિસ્ટર બનાવે ખરો?rs

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!