GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર પોલીસે ચલાલી ગામે રેડ કરીને વિદેશી દારૂના જથ્થા સહિત બાઇક મળી ૨૪ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો
તારીખ ૧૪/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને ખાનગી રહે બાદમી મળેલ કે ચલાલી ગામે વચલા ફળિયામાં રહેતો. મનોજકુમાર ઉર્ફે મનો ચંદુભાઈ ચૌહાણ તેના ખેતરમાં બનાવેલા છાપરે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે અને હાલમાં હેરફેર કરવાની માં છે. જે આધારે પોલીસે રેડ કરતા તે હાજર મળી આવેલ નહીં પોલીસે તેના ખુલ્લા છાપરામાં તપાસ કરતા મીનિયા થેલામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ તેમજ મોટરસાયકલ ઉપર રહેલા થેલામાં પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ કુલ રૂ ૯,૮૨૬/ નો દારૂ તેમજ રૂ ૧૫,૦૦૦/ ની મોટરસાયકલ કુલ મળીને રૂ ૨૪,૭૨૬/ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.