MORBI મોરબી “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે છેલ્લા ૨ વર્ષમાં કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન અથવા સેવા અંગે આધાર પુરાવા સાથે અરજી કરવા અનુરોધ

MORBI મોરબી “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે છેલ્લા ૨ વર્ષમાં કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન અથવા સેવા અંગે આધાર પુરાવા સાથે અરજી કરવા અનુરોધ
પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PBRHP) ૨૦૨૫ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે બાળકો દ્વારા બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ અને નવીનતાના તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેવા બાળકોને “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” આપવામાં આવે છે. જેમાં બાળકોને બાળ બહાદુરી એવોર્ડ તથા બાળ શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવે છે.
“પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે ૦૫ વર્ષથી વધુ ઉમરના હોય અને ૧૮ વર્ષથી વધુ ન હોવા જોઈએ (સંબંધિત વર્ષની ૩૧મી જુલાઈના રોજ) અને શ્રેષ્ઠ પ્રદર્શન/ સેવા છેલ્લા ૨ વર્ષમાં કરેલ હોય તે અંગે આધાર પુરાવા સાથે તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં નોમીનેશન આપેલ લીંક https://awards.gov. in/Home/AwardLibrary પર કરવાનું રહેશે. આ અંગેની વિગતવાર માહિતી ઓનલાઈન પોર્ટલ પર જોઈ શકાશે. વધુ વિગત માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં.૩૧/૩૨, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર કચેરી, શોભેશ્વર રોડ, મોરબીનો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા એકમ, મોરબી દ્વારા જણાવાયું છે.






