
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુરની વાત્રક નદીમાં બપોરના સમયે ન્હાવા પડેલા 3 સગીર ડૂબ્યા,ત્રણેય સગીર માલપુર કસબા વિસ્તારના રહીશ
અરવલ્લી જિલ્લામાં નદીમાં ન્હાવા પડતા યુવકોના ડુબવાની વિવિધ ઘટનાઓ બનતી હોય છે અને ફરી એક વાર ન્હાવા પડતા ત્રણ સગીર ડૂબ્યા હોવાની ઘટના બની છે અને ત્રણેય સગીર મૃત્યુ પામ્યા હતા જેમાં મળતી માહિતી મુજબ માલપુર ની વાત્રક નદીમાં જુના પુલ પાસે ત્રણ મિત્રો બપોરના સમયે સાથે ન્હાવા ગયા હતા તે દરમિયાન ત્રણે સગીર ન્હાવા પડતા ત્રણે ડૂબ્યા હતા અને મૃત્યુ પામ્યાં હતા ડુબવાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ એ ત્રણેય લાશ ને બહાર કાઢી હતી ત્રણે મૃતદેહો ને પીએમ માટે માલપુર સીએચસી ખસેડયા હતા ત્રણે મૃતક સગીર માલપુર કસબા વિસ્તાર ના હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ઘટના ની જાણ થતા માલપુર પોલિસ ઘટના સ્થળે પોહચી હતી. ઘટના ને લઇ લોકોના ટોળાં ઉમટ્યા હતા. મૃતક સગીરમાં સુલતાન ઈમ્તિયાઝ દીવાન 14 વર્ષ તેમજ રોનક સમજુ ભાઈ ફકીર 12 વર્ષ,સાહબાઝ સીરાઝ પઠાણ 14 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. ત્રણે સગીરના મૃત્યુ થી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો




