કાલોલના ઝાંપા બજાર વેરાઈ માતા મંદીર પાસેના ગંદા પાણીમાંથી લોકો નિકળવા મજબૂર, મોટા રોગચાળાનો ભય

તારીખ ૦૫/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના ઝાંપા બજાર વિસ્તારમા વરસાદી પાણીના નિકાલ ને અભાવે નાના તળાવ જેવો વિસ્તાર બની ગયો છે. કાલોલ થી જેતપુર, ઘોડા, તરવડા જવા માટે નો આ રસ્તો જે રસ્તે વેરાઈ માતા, સાઈ બાબા, હનુમાનજી, બળીયા બાપજી, શીવજી ના મંદીર. અને ગૌ શાળા પણ આવેલા છે અને આ રસ્તેથી શ્રદ્ધાળુઓ નિયમીત રીતે દર્શનાર્થે આવતા જતા હોય છે તેઓને ગંદા પાણી માં થી પસાર થવુ પડે છે. કાલોલ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામા આવે તો આ વિસ્તારની ગંદકી દૂર થાય તેમ છે. કાલોલ નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર તથા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ આ વિસ્તાર ની મુલાકાત લે તો સાચી સ્થિતી નો ખ્યાલ આવી શકે. હાલમા ચાંદી પુરા વાઈરસ નુ પ્રમાણ વધી રહ્યુ છે અને મચ્છર જન્ય રોગો પણ થઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારમા નજીક રહેતા મંદિરના પુજારી અને રાવળ ફળિયા ના રહીશો કોઇ મોટા રોગચાળા નો ભોગ બને તે પહેલા પાલીકા દ્વારા સાફ સફાઈ થાય તેવુ સ્થાનિકો જણાવી રહ્યા છે.






