
સુરત ના પલોડ ખાતે હિટ એન્ડ રન ઘટના માં ડેડીયાપાડાના યુવકનું મોત નિપજ્યું.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 29/07/2025 – સુરત જિલ્લા માં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના બની છે કોસંબા પોલીસ ની હદ માં પાલોદ ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર અજાણ્યા વાહનની અડફેટે ડેડીયાપાડાના યુવકનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કિશનભાઇ અર્જુનભાઇ વસાવા (રહે. વૃંદાવન ફળિયું, મોટી બેડવાણ ગામ, તા. ડેડીયાપાડા) પાલોદ ગામની સીમમાં મુંબઇથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ જીયો પેટ્રોલ પંપ નજીક ઉભો હતો. આ દરમ્યાન પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે કિશનને અડફેટમાં લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ ચાલક વાહન લઇને ફરાર થઇ ગયો હતો.
અકસ્માતમાં કિશનને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે કોસંબા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.કોસંબા પોલીસની હદમાં બનેલી આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટમાં લેતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ ફરાર થયેલા વાહન ચાલકની શોધખોળ કરી રહી છે.



