BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં ૧૨ ઓગસ્ટે પોલીસ હેડ કવાર્ટર થી કલેકટર કચેરી સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

10 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં ૧૨ ઓગસ્ટે પોલીસ હેડ કવાર્ટર થી કલેકટર કચેરી સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
દેશ ભક્તિના માહોલ સાથે યોજાનાર તિરંગા યાત્રામાં સહભાગી બનવા બનાસ વાસીઓને વહીવટી દ્વારા આહવાન ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” ની થીમ આધારે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાંજે ૪ કલાકે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાશે. આ તિરંગા યાત્રા રેલી પોલીસ હેડ કવાર્ટર, પાલનપુર થી લઈને કલેકટર કચેરી, પાલનપુર સુધી યોજાશે. આ તિરંગા યાત્રામાં જિલ્લાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પદાધિકારીઓ જોડાશે. રાષ્ટ્રઘ્વજ પ્રત્યે આપણી ભાવના દર્શાવવા તમામ નાગરિકોએ આ તિરંગા યાત્રામાં સ્વયંભુ ઉપસ્થિત રહેવા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરાયું છે.

Back to top button
error: Content is protected !!